RIDE - 1 ( નર્મદા ઘાટ ,અંકલેશ્વર )
6/7/2021 , THURSDAY
ગુરુવારની વેહલી સવારે 5:30 AM થી હું મારા ઘરેથી મારી સાઇકલ લઈને ઉપડયો . સવારનું આહલાદક વાતાવરણ મારાં મનને ઠંડુ કરતું હતું . ઠંડા ઠંડા પવન મારી વેગીલી સાઇકલ ને પણ રોકતું હતું . સૂમસામ રસ્તા જાણે ભયંકર રીતે મને ધ્રુજવતું પણ વેહલી પરોઢ એવી મસ્ત હોય છે કે તેના વખાણ કરીએ તોપણ ઓછા પડે. સવારમાં લોકડાઊન થી સૂમસામ રસ્તા ,કુતરાઓનો અવાજો અને દૂધવારા લોકો અને દૂધના ટેમ્પો ની ચહલપહલ થી અદભૂત વાતાવરણ ઊભું થતું હતું.
મે મારી રાઇડ ચાલુ કરી ત્યાં નર્મદા કાંઠે 6:03 AM પોહચ્યો. ત્યાં નદીનું અદભૂત વાતાવરણ મારાં મનને જીતી લીધું હતું .ખરખર વેહતા મા નર્મદા ના નીર જાણે સાક્ષાત નજરોનજર મારી સામે નજીક આવીને ઊભું હોય તેમ નયનરમ્ય ચિત્ર ઊભું થયું હતું.



0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home